બાપાશ્રીએ કરેલાં મહત્ત્વનાં કાર્યો

દે દી હરિ કી મૂર્તિ, બિના સાધન બિના જ્ઞાન,

વૃષપુર નિવાસી સંત, બાપાશ્રી બડા મહાન;

કયા હમેરા ભાગ્ય બાપા, હુઈ તેરી પિછાન... વૃષપુર ટેક

જય જય બાપાશ્રી, જય જય બાપાશ્રી(૨)

જો ન પ્રગટત બાપા ઇસ સમય મેં,

સમજના મુશ્કિલ થા, રસબસ કી રીતન મેં;

મિટા દિયા અબ ફિરના સંસાર ચક્કર મેં,

જો શરન આયે સબ કો રખ લિયે સુખન મેં;

આશ્રિતજન કો દેત બાપા, આજ અભયદાન... વૃષપુર ૦૧

જય જય બાપાશ્રી, જય જય બાપાશ્રી(૨)

સત્સંગ મેં સત્સંગ અજબ કારણ દિખાઈ,

શ્રીજી અનાદિમુક્ત કી અચ્છી બાત સુનાઈ;

રસબસ હો સુખ મૂર્તિ કો લે વો બડી નવાઈ,

વાણાતાણા કી પેર કરામત દિખાઈ;

સંકલ્પ સે ઉડા દિયા દેહાદિક કા તુફાન... વૃષપુર ૦૨

જય જય બાપાશ્રી, જય જય બાપાશ્રી(૨)

ઘનશ્યામ હરિ કા સિદ્ધાંત ઉચ્ચતમ થા,

વો જન કો સુનાકર, અમલ મેં રખાતા થા;

ધ્યાન કી બાતોં મેં, બડા જહેમત ઉઠાયા થા,

આશિષ કૃપા સે તેરી, જન પાત્ર હોતા થા;

દાસ કે દાસ તેરા, ગાતે હૈ ગુણગાન... વૃષપુર ૦૩

જય જય બાપાશ્રી, જય જય બાપાશ્રી(૨)

(૧) બાપાશ્રીએ પોતાની હયાતીમાં મોટા મોટા છ યજ્ઞો કરી હજારો સંતો અને હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા તથા અનાદિમુક્તની સ્થિતિ સમજાવી આત્યંતિક કલ્યાણના અધિકારી કર્યા. બાપાશ્રીએ કરેલા છ મોટા યજ્ઞોની વિગત :

(૧) સંવત ૧૯૫૯ના ચૈત્ર માસમાં મોટો યજ્ઞ કર્યો. તેમાં ‘સત્સંગી જીવન’ અને ‘શિક્ષાપત્રી  ભાષ્ય’ની પારાયણ કરાવી. (૨) સંવત ૧૯૭૧ના ફાગણ માસમાં વૃષપુર કાળી તલાવડીએ છત્રી કરી ચરણારવિંદ પધરાવ્યાં તે નિમિત્તે યજ્ઞ કર્યો. (૩) સંવત ૧૯૭૪ના અષાઢ - શ્રાવણ માસમાં પોતે મંદવાડને સ્વતંત્રપણે રજા આપી સૌને સુખ આપવા મોટો યજ્ઞ કર્યો. (૪) સંવત ૧૯૭૮ના ચૈત્ર માસમાં મોટો યજ્ઞ કરી અનાદિમુક્તની સ્થિતિની વાતો જેમ છે તેમ (યથાર્થ) સમજાવી. (૫) સંવત ૧૯૮૨માં ચૈત્ર માસમાં મોટો યજ્ઞ કરી સૌ સંતો-હરિભક્તોને સુખ આપ્યું. (૬) સંવત ૧૯૮૪માં જેઠ માસમાં બહુ મોટો યજ્ઞ કર્યો જેમાં દેશોદેશથી સંતો-હરિભક્તોને તેડાવી ખૂબ સુખ આપ્યાં.

(૨) સત્સંગના વ્યવહારની શુદ્ધિ અને ધર્મશુદ્ધિ માટે સત્સંગ મહાસભાની સ્થાપના કરી. તેનું સુકાન અ.મુ.સદ્‌.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને સોંપ્યું અને સત્સંગમાં શુદ્ધ સત્સંગ એવા કારણ સત્સંગની રચના કરી.

(૩) બાપાશ્રીએ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિની રહસ્યમય વાતોને લખાવી અને “રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત” અને “બાપાશ્રીની વાતો” આ બે અમૂલ્ય ગ્રંથોની ભેટ સમગ્ર સત્સંગ સમાજને અર્પણ કરી. બે ગ્રંથો દ્વારા હજારો અને લાખો જીવો મહાપ્રભુના સુખભોક્તા થયા છે અને થશે.

(૪) બાપાશ્રીએ પ્રતિલોમપણે ધ્યાન કરવાની લટક આપી અને સૌ સંતો-હરિભક્તોને ધ્યાનનો અતિશે આગ્રહ જગાવ્યો.

(૫) મહાપ્રભુએ આપેલા પંચવર્તમાન પાળવા અને પળાવવામાં બાપાશ્રી ખૂબ જ આગ્રહ જણાવતા. વળી સત્સંગમાં જો કોઈ પંચવર્તમાનનો લોપ કરે તો તેને સત્સંગથી બહાર કરતા અથવા તો તેનું પ્રાયશ્ચિત્ત કરાવી સત્સંગમાં પાછા લેતા. આમ સૌ સંતો-હરિભક્તોને મહાપ્રભુનો રાજીપો અપાવતા.

(૬) બાપાશ્રીની કૃપાથી ઘણા સંતો અને હરિભક્તો છતે દેહે મહાપ્રભુની મૂર્તિના સુખભોક્તા થયા હતા.