સ્વામિનારાયણ સંપ્રદાય એક હિંદુ ધર્મ હોવા છતાં વિશ્વના અનેક દેશોમાં વિસ્તાર પામી રહ્યો છે. હિંદુ ધર્મના અનેક સંપ્રદાયોમાં સ્વામિનારાયણ સંપ્રદાય એક સર્વશ્રેષ્ઠ સંપ્રદાય તરીકે પ્રતિષ્ઠા પામ્યો છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક હતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ. જેઓએ ઈ.સ. 1802માં સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.
સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપનામાં ભગવાન સ્વામિનારાયણે આધ્યાત્મિક અને સામાજિક બંને કાર્યો એક સાથે પ્રારંભી સમાજ ઉત્થાનનું કાર્ય કર્યું. તેઓએ વિશ્વને એવો સુંદર અભિગમ આપ્યો કે સમાજની શ્રેષ્ઠ સેવા કરવા માટે આધ્યાત્મિકતા હોવી અનિવાર્ય છે. તેઓએ આધ્યાત્મિકતા અને સામાજિકતા બંનેને સાથે રાખી અનેક કાર્યો કર્યાં અને હજારો વર્ષો સુધી એવાં કાર્યો ચાલુ રહે તેવી પ્રણાલિકા આપી.
આધ્યાત્મિકતા પ્રદાન કરવા ભગવાન સ્વામિનારાયણે મંદિરો કર્યાં, સંતો કર્યા, હરિભક્તો કર્યા, શાસ્ત્રો રચ્યાં, સંપ્રદાયનું બંધારણ રચ્યું. વળી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના પાયારૂપ સાધના અને ધાર્મિક અનુષ્ઠાનો આપ્યાં તથા આ સર્વેના ફળરૂપ મોક્ષદાયી સનાતન સિદ્ધાંતોસભર અજોડ ઉપાસના આપી અને આ ઉપાસનાના અંતિમ ચરણ રૂપ અનાદિમુક્તની સ્થિતિ પામી અખંડ, અવિનાશી એવા મૂર્તિસુખ - પરભાવના સુખને પમાડી માનવજાતને ઉપકારરૂપ મોક્ષદાયી કાર્યો કર્યાં.
સમાજસેવા અર્થે ભગવાન સ્વામિનારાયણે સદાવ્રતો શરુ કર્યાં, અંધશ્રદ્ધા-વહેમમાંથી મુક્ત કર્યા, વ્યસનમુક્તિ અભિયાનો કાયમી કર્યાં, સતીપ્રથા બંધ કરાવી, સ્ત્રીઓને સમાજમાં આગવું સ્થાન આપ્યું તથા ગરીબ-તવંગર અને જ્ઞાતિ-જાતિના ભેદો ટળાવી માનવતાનાં શ્રેષ્ઠ મૂલ્યો તથા આદેશો આપી સમાજ ઉત્થાનનાં કાર્યો કર્યાં.
ભગવાન સ્વામિનારાયણે પ્રારંભેલ આ આધ્યાત્મિક અને સામાજિક કાર્યોના સમન્વય સાથે સમાજ ઉત્થાનના કાર્યો કરનાર સંસ્થા એટલે જ SMVS. જેનું પૂરું નામ સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા છે. ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા અનુગામી સત્પુરુષ ગુરુદેવ પ.પૂ. બાપજીએ 22, ફેબ્રુઆરી 1987ના રોજ SMVS સંસ્થાની સ્થાપના કરી, ભગવાન સ્વામિનારાયણે પ્રારંભેલ આધ્યાત્મિક તેમજ સામાજિક સમાજ ઉત્થાનના કાર્યનું પ્રતિનિધિત્વ સંભાળ્યું.
SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પ.પૂ. બાપજી એવું સમજાવે છે કે, “આ સંસ્થા ભગવાન સ્વામિનારાયણની છે, તેમણે જ સ્થાપી છે, તેઓ જ તેનું સંચાલન કરે છે, તેઓ જ સર્વે કાર્યો કરે છે ને તેઓ જ સર્વેને આ કાર્યમાં જોડાવા માટે પ્રેરણા તથા બળ આપે છે. માટે આપણે કશું જ નથી કરતા બધું ભગવાન સ્વામિનારાયણ જ કરી રહ્યા છે એ વિચાર કેન્દ્રસ્થાનમાં રાખી સર્વે સેવા કાર્યો કરજો.’’
આ વિચારને કેન્દ્રસ્થાનમાં રાખી સંસ્થા દ્વારા આધ્યાત્મિક તેમજ સામાજિક સેવાઓનું સુંદર કાર્ય થઇ રહ્યું છે. જેમાં,