અગમના એંધાણ

ગામ દહીંસરામાં પા. લાલજીભાઈ રત્નાભાઈ હાલાઈનો દીકરો ઓરી નીકળવાથી માંદો હતો. તેને દર્શન દેવા મુનિ સ્વામીશ્રી તેના ઘેર પધાર્યા હતા ને ત્યાં નેત્ર મીંચીને ઘ્યાનમાં બેઠા હતા.            

સંતો ઓરડાનાં પદ બોલ્યા પછી સ્વામીશ્રીએ નેત્ર ઉઘાડી સંતોને કહ્યું, “ઝટ કરો, મહારાજ તેડવા આવે છે.” અને સંતો મેડા પરથી હેઠે ઊતર્યા. ને છોકરાએ દેહ મૂક્યો.