પરચા - ૧૨૩

એક સમયને વિષે રાત્રિના ૧૨ વાગે ગામ કણભામાં આશાભાઈ તથા તેમના દીકરા ગોવિંદભાઈ સૂતા હતા. તેમને બાપાશ્રીએ દર્શન આપી જગાડ્યા ને કહ્યું જે, તમને મારવાને માટે શત્રુ આવે છે, પણ અમે તમારી રક્ષા કરશું; તોપણ તમે સાવધાન રહેજો ને ઊંઘશો નહિ, એમ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી શત્રુઓ આવી દાંતીઓના ઘા કરવા માંડ્યા, પણ બાપાશ્રીએ એમના ઉપર લોઢાનું પાંજરું  કરી દીધું અને વાગવા દીધું નહિ અને એક-બે દાંતીઓ ભાંગી ગઈ. પછી એ લોકોને બહુ મનુષ્યો દેખાડ્યા, તેથી ભય પામી ભાગી ગયા. ।। ૧૨૩ ।।