પરચા - ૪૫

વળી એક સમયે બાપાશ્રી છપૈયા પધાર્યા હતા, ત્યાં નારાયણ સરમાં સાબોળ નાહ્યા. તે વખતે સરખેજના બ્રાહ્મણ નારાયણભાઈ ભેળા હતા. તેમણે પૂછ્યું જે, બાપા ! સાબોળ કેમ નાહ્યા  ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ઠીક કર્યું. પછી ત્યાંથી અમદાવાદ આવ્યા ને કચ્છથી કાગળ આવ્યો. તે બીજા સર્વે નાહ્યા ને બાપાશ્રી કહે જે, અમે તો તે દિવસે જ નાહ્યા હતા, તેનો આ નારાયણ સાક્ષી છે. ।। ૪૫ ।।