SMVS































































































































































































































































































પરચા - ૩૯

માનકુવાના વીરજીભાઈએ લસણ વેચ્યું હતું, તેની કોરી છસો પોતાના ઘરમાં મૂકી હતી અને પોતે મંદિરમાં સૂતા હતા. તેમને બાપાશ્રીએ તેજોમય દર્શન આપીને જગાડીને ઘેર મોકલ્યા અને કહ્યું જે, કોઈક લઈ જશે તો મહારાજને ને અમારે માથે બદ દેશો. પછી તે ઘેર ગયા ને ચોર જતા રહ્યા. પછી કોરી ઠેકાણે મૂકીને તાળું દઈને મંદિરમાં ગયા, ત્યાં બાપાશ્રી દેખ્યા નહીં. પછી બીજે  દિવસે તે વૃષપુર ગયા. ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, અમે રાત્રિએ આવીને જગાડ્યા ન હોત તો ચોર કોરીઓ લઈ જાત. ।। ૩૯ ।।